છોડો ને વાત મહોગનીના વૃક્ષોની!

નથી કમાવા આપણે લાખો કે કરોડો !

પણ સમજવાનો ક્યા ખર્ચો લાગે છે? 

10 મિનિટમાં નિર્ણય લેશો.

| આ વાંચીને સમજવું ફરજિયાત છે |

કંપની ભાગી જ જશે | માત્ર રોપા વેચવા આવે છે | બાયર્સ કે માર્કેટ નથી   


 1 એકર માં ~450 મહોગનીના વૃક્ષો લગાવાનો ખર્ચ: 

        રોપા: 26000/- 

        અન્ય ખર્ચ: 10000/- રોપણી અને ખાતર 

        કુલ : 36000/- (1 વર્ષનો અને ત્યાર પછી 2500-4000/- પ્રતિ વર્ષ) 

 

15 વર્ષ વૃક્ષો રહે: તો પ્રતિ વૃક્ષ ઓછામાં ઓછું 1500 કિલો(kg) લાકડું નીકળે. 


જલાઉ (ફ્યુલ વૂડ) નો વર્તમાન ભાવ : 3-4/- પ્રતિ કિલો 

અને ધારી લઈએ કે 15 વર્ષે માત્ર 5/- પ્રતિ કિલો ભાવ મળશે. 

મહોગનીના લાકડાને જલાઉ લાકડાના ભાવે વેચી દેવું પડે 

તો પણ મહોગની પ્રતિ વૃક્ષ 1500 x 5/- = 7500/- કમાઈને આપશે  


450 x 7500 = 33,75,000/- આવક થશે. 

આ કરવા માટે કંપની કે બાયર્સ કે માર્કેટ કોની જરૂર પડે ખેડુત ને ? 

નિશ્ચિંત થઈ ને સામાન્ય બુધ્ધિ વાપરીને પણ ખેડુત ખુબ સારા ફાયદાઓ મેળવી શકે !!! વૃક્ષ-આધારિત ખેતી પધ્ધતિનો મૂળભૂત ધ્યેય “વૃક્ષો વિનાની પરંપરાગત ખેતી”ની તુલનામાં આ પદ્ધતિમાં વૃક્ષો મુખ્યત્વે માત્ર લાકડું મેળવવા માટે વાવવામાં આવતાં નથી. પણ માર્કેટિંગની ભાષા અલગ રાખવી પડે છે.

પરંતુ તેના બદલે, ખેતીની જમીનમાં વૃક્ષોને એકીકૃત (બ્લોક પ્લાંટેશન) કરવાના ઘણા મુખ્ય હેતુઓ અને લાભો છે:


| લાકડું અને વૃક્ષોના અન્ય લાભો બીજા નંબર પર |

| જમીન, પર્યાવરણ, ઉત્પાદન અને વર્તમાન આવક પેહલા નંબર પર |


થોડું દૂર નું વિચારીને જો આ પધ્ધતિ અપનાવામાં આવે તો તેના ઘણા ફાયદાઓ છે જે નીચે ચર્ચામાં છે: 

લાકડું લાકડું લાકડું બસ લાકડું. ના.

આ પધ્ધતિ વાસ્તવમાં તો લાકડાં ઉત્પાદનથી ઘણું ઉપરનું પ્લાનિંગ છે. ચાલો સમજીએ..


પાકની ઉપજ અને ખેતીની આવકમાં વધારો કરવો. વૃક્ષો તમારા ખેતરના જમીન-વાતાવરણમાં મોટો સુધારો કરે છે. 
તેથી સારાંશમાં, 

પર્યાવરણીય પ્રભાવ (કુદરત સાથ આપતી નથી હવે તથા તારીખિયું જોતી નથી) ને ઘટાડીને સમગ્ર સિસ્ટમમાંથી ઉત્પાદકતા વધારવા માટે વૃક્ષોને હેતુપૂર્ણ રીતે સંકલિત (ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ) કરવામાં આવ્યા છે. 

લાકડું મેળવવું એ ગૌણ લાભ હોઈ શકે છે, પરંતુ પ્રાથમિક ધ્યેય નથી. કૃષિ પાકો અને વૃક્ષો બંનેની વચ્ચે સુમેળ સાધવા માટે બુદ્ધિશાળી વ્યવસ્થાપનની જરૂર છે. સંકલિત એગ્રોફોરેસ્ટ્રી ઇકોસિસ્ટમમાંથી ટકાઉ ઉત્પાદન પર ફોકસ છે.


સરળ આર્થિક ગણતરી:


હવે થોડી આર્થિક બાબતો પણ સમજીએ:  

        રોપા: 26000/-

        અન્ય ખર્ચ: 10000/- રોપણી અને ખાતર

        કુલ : 36000/-

        15 વર્ષ વૃક્ષો રહે: તો 36000/15 = 2400/- પ્રતિવર્ષ (EMI નહીં માંગતા)

  

પરંતુ 4-5 વર્ષથી તમારી ખેતીનું ઉત્પાદન વધે, જો શરૂના 2-3 વર્ષ વૃક્ષોની સારી માવજત થાય તો ( મહેનત નહીં પણ સમયસર માવજત). તો તમારું ઉત્પાદન 20-30% સુધી વધે. એટલે કે આવક પણ વધે. ખેતરને કુદરતી રીતે ઓર્ગનીક કે પ્રાકૃતિક બનાવો તો ઉત્પાદન વધે જ. ને એમા કોઈ બેમત નથી. 

હવે આગળ વાત, 


આ ખર્ચ થી 10, 20, 50 કે 100 ગણી આવક જ થાય. કોઇ મોટા લાખો કરોડો નહીં મળે તો પણ 15 વર્ષે જ્યારે 3.5 લાખ થી 35 લાખની આવક થશે તે પણ સારા લાગશે. 

કરોડપતિ થવાની વાત જ નથી. વાત સમજ અને વિવેકબુદ્ધિની છે. જમીન આપણી છે તો જવાબદારી પણ આપણી બને. 


અગત્યનો એક મુદ્દો: 

જો ખેતી ગણોત પર આપી છે, તો તો સોના કરતા પીળું. વૃક્ષો ની જવાબદારી અને માવજત બંને ભાગિયાઓ કે ગણોતિયા જ કરી આપશે. ફરી એ જ વાત, મોટા નફા કે લાલચની વાત જ નથી. વાત પર્યાવરણ અને કુદરતને સમજવાની છે. બસ. ખેતી એની મેળે સુધરે. તમે જો તમારી જમીનમાં મહોગની બ્લોક પ્લાંટેશન વિચારો, તો ગણોત પર આપી દેવાની સલાહ ખુબ જરૂરી ઉપયોગી સાબિત થશે. 2023 ની ખેતી = સ્માર્ટ વર્ક. 


હજુ વધારે ડીટેલ માં માહિતી લેવા અહી નીચેની લિન્ક પર ક્લિક કરો: જમીન ઓર્ગનીક કરવાનું પ્રથમ પગથિયું